SURAT : સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીનો આપઘાત, ઝાડ પર લટકી ગળે ફાંસો ખાધો

0
60
meetarticle

સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક 26 વર્ષીય યુવતીએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં ઝાડ પર લટકીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સવારે તેનો મૃતદેહ જોઈને અફરાતફરી મચી ગઇ હતી. 

શું છે મામલો? 

માહિતી અનુસાર આ યુવતી 10 દિવસ અગાઉ જ હોસ્પિટલમાં એડમિટ થવા આવી હતી. તે સમયે તે ગર્ભવતી હતી. બાળકને જન્મ આપ્યા બાદ અચાનક જ તે ગુમ થઈ ગઇ હતી. પરિજનો ત્યારથી જ તેને શોધી રહ્યા હતા. જોકે આજે સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ આ યુવતીની લટકતી લાશ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.   

મૃતક મહિલાની ઓળખ જાહેર કરાઈ 

મૃતક મહિલાની ઓળખ પૂજા કુશવાહ તરીકે થઇ છે. તે સુરતના હજીરામાં રહેતી હોવાની જાણકારી છે. તેણે જે બાળકને જન્મ આપ્યો હતો તે બીમાર હોવાથી વેન્ટિલેટર પર છે. હવે આ બાળકે તેની માતાને ગુમાવી દેતા કરુણ દૃશ્યો સર્જાયા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરતાં આત્મહત્યાનું સાચું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here