સુરતના મહીધરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રિક્ષા અને BRTS બસમાં મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતા બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા છે.

આ શખ્સો રિક્ષામાં પેસેન્જરને બેસાડી જગ્યા કરવાના બહાને તેમને આગળ-પાછળ કરી અથવા BRTS બસમાં ભીડનો લાભ લઈ મોબાઈલ તફડાવી લેતા હતા.
પોલીસે ડીંડોલીના ભેસ્તાન આવાસમાં રહેતા પીરૂ ઉર્ફે બચકુંડા સઇદ શેખ અને અખ્તર કદીર સૈયદની ધરપકડ કરી છે.
આરોપીઓ પાસેથી ચોરીના બે મોબાઈલ ફોન (કિં. રૂ. ૨૦,૦૦૦) અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઓટો રિક્ષા (કિં. રૂ. ૬૫,૦૦૦) મળી કુલ રૂ. ૮૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

