પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેકટર એન.એ.રાયમાની આગેવાની હેઠળ, ટીમે એક્શન પ્લાન બનાવી હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરીને નાસતા-ફરતા આરોપીઓને શોધવાની વિશેષ મુહિમ હાથ ધરી હતી.

આ મુહિમ અંતર્ગત, તા. ૦૩ નવેમ્બરના રોજ પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઇ ઇશ્વરભાઇ દ્વારા ચોક્કસ બાતમી અને ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી એક મોટી સફળતા મેળવી. ચોટીલા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતો-ફરતો આરોપી રૈયાભાઇ દેવશીભાઇ બાવળીયા, રહે.આણંદપુર(ભાડલા), તા. ચોટીલાવાળાને કાબરણ, ચોટીલા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરીને તેને ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

