SURENDRANAGAR : ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

0
107
meetarticle

 માંડલ તાલુકાના હાંસલપુર બાયપાસ સ્થિત જી.આઈ.ડી.સી વિસ્તારના ટીપી રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટોના થાંભલા તો નાખવામાં આવ્યાં છે પરંતુ હજુ સુધી બલ્બ લગાવવાની કામગીરી બાકી હોવાથી આ થાંભલાઓ શોભાના ગાંઠીયા સમાન બન્યાં છે.

જી.આઈ.ડી.સી.માં આવેલ વિવિધ ઓટો કંપનીઓમાં રાતની શીફ્ટમાં નોકરીએ આવતાં જતાં પગપાળા શ્રમિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રે ચાલતાં લોડીંગ વાહનોને લઈ અંધારું હોવાથી અકસ્માતોનો પણ ભય રહેલો છે. ત્યારે આવડા મોટાં ઔદ્યોગિક વિસ્તારોમાં રાત્રે અંધારપટ્ટ હોવાથી સ્થાનિકો અને શ્રમિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ સ્ટ્રીટ લાઈટની આગળની કામગીરીં સત્વરે પુર્ણ થાય અને ટીપી રોડ રોશનીથી ઝળહળે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here