થાનના વેલાળાની સીમમાં તળવાની પાળેથી પોલીસે બાતમીના આધારે દેશી દારૃની ભઠ્ઠી પકડી પાડી હતી અને દારૃ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

તાલુકાના વેલાળાની સીમમાં સ્થળ પરથી દેશી દારૃ બનાવવાનો આથો ૮૦૦ લીટર સહિત, પાઈપ, પીપ, બેરલ સહિત ફૂલ રૃ.૧૭,૮૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે દેશી દારૃ બનાવનાર મુખ્ય આરોપી સુરેશભાઈ નરશીભાઈ સારલા (રહે. નળખંભા, તા. થાન) મળી આવ્યો ન હતો. થાન પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

