SURENDRANAGAR : ધ્રાંગધ્રાના પરોઢિયા વિસ્તાર પાસે જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા

0
28
meetarticle

ધ્રાંગધ્રાના પરોઢિયા વિસ્તાર પાસે જુગાર રમતા બે શખ્સ ઝડપાયા જ્યાર પાંચ શખ્સ નાસી છુટયા છે. પોલીસે ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સાત શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે પરોઢિયા સીમ વિસ્તાર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે રેઇડ કરી હતી. દરોડા સમયે ગુડદી પાસાનો જુગાર રમતા (૧) સંજયભાઈ પ્રભુભાઈ નાકિયા (૨) માત્રાભાઈ નાનુભાઈ ભરવાડ ઝડપાઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૨૩૫૦ તથા બે મોબાઇલ (રૂ.૧૦,૦૦૦) સહિત કુલ રૂ.૧૨,૩૫૦નો મુદામાલ કબજે કર્યોે હતો. રેઇડ દરમિયાન (૩) હર્ષદભાઈ સિંધવ, (૪) ધમો કિશોરભાઈ ખારબ, (૫) ગૌતમભાઈ મેવાડા, (૬) જીતુભાઈ, (૭) પ્રિન્સભાઈ જીતુભાઈ નાશી છુટયા હતા. પોલીસે ઝડપાયેલ બે શખ્સો અને નાશી છૂટેલ ૦૫ શખ્સો સહિત કુલ ૦૭ શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here