સુરેન્દ્રનગર પેરોલ ફર્લો ટીમે બી-ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનાનો અને વઢવાણ પોલીસ મથકના મારામારીના ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર પેરોલ ફર્લો ટીમે બાતમીના આધારે શહેરના બી-ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી હિતેશભાઈ કનુભાઈ દુલેરા (રહે. સુરેન્દ્રનગર)ને અમરેલીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં વઢવાણ પોલીસ મથકના મારામારી તેમજ જાહેરનામા ભંગના ગુનામાં નાસતા ફરતા આનંદ ઉર્ફે ટકો ચતુરભાઈ મકવાણા (રહે. ફિરદોષ સોસાયટી, સુરેન્દ્રનગર) તેમજ મોહિત ઉર્ફે ઢગો ભાવેશભાઈ પારધી (રહે. ગણપતિ ફાટસર, વઢવાણ)ને પણ અમરેલીની એક હોટલમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે જેતે પોલીસ મથકને સોંપ્યા છે.

