SURENDRANAGAR : બાવળામાં પરિવાર દર્શનાર્થે ગયો અને ઘરમાંથી 2.80 લાખની ચોરી

0
52
meetarticle

 બાવળામાં બંધ મકાનના તાળા તોડી સોનાના દાગીના અને રોકડ સહિત રૃા. ૨.૮૦ લાખની મત્તા તસ્કરો લઈ પલાયન થઈ ગયા હતા. પરિવાર રાજપરા- ખોડિયાર મંદિરે દર્શન માટે ગયો હતો ત્યારે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.

અમદાવાદ ગ્રામ્યના બાવળા ખાતે આવેલા પીરૃભાઈના ડેલામાં હિતેશભાઈ ગોપાલભાઈ રાણા મકાન બંધ કરી પરિવાર સાથે સંઘમાં રાજપરા- ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે અજાણ્યા ચોર ઈસમો બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. તિજોરીનો દરવાજો ખોલી રૃા. ૧.૮૦ લાખ રોકડ, દોઢ- દોઢ તોલાની સોનાની બે ચેન રૃા. ૭૫ હજાર, ૧ તોલાની સોનાની બે જોડી બુટ્ટી રૃા. ૨૫ હજાર મળીને કુલ રૃા. ૨.૮૦ લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા.હિતેશભાઈ રાણાને ઘરે પરત ફર્યા બાદ દરવાજાનું તૂટેલું તાળું, ખુલ્લો દરવાજો જોઈ ચોરીનો વહેમ પડયો હતો. બે દિવસ સુધી પોતાના સગા-વહાલામાં તપાસ કરી હતી, પરંતુ ચોરાયેલો માલ ના મળતાં આખરે ૦૮/૧૦/૨૦૨૫ના રોજ ફરિયાદ નોંધાવી છે. ?બાવળા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here