SURENDRANAGAR : લખતર એપીએમસી અને જીનમાં ટેકાના ભાવે કપાસ-ડાંગરની ખરીદી શરૂ

0
42
meetarticle

 ભારતીય કિસાન સંઘની રજૂઆત બાદ લખતર એપીએમસી અને જીનમાં ટેકાના ભાવે કપાસ-ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી છે. સીસીઆઇએ કપાસના રૂ.૧૬૨૨, પુરવઠા વિભાગે ડાંગરની રૂ.૪૫૦ પ્રતિ મણે ખરીદી કરી હતી.

લખતર તાલુકામાં ખેડૂતો દ્વારા મોટા પાયે વાવેતર કરાયેલા કપાસ અને ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. અગાઉ ભારતીય કિસાન સંઘ દ્વારા આ મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.

સરકાર દ્વારા લખતર ખાતે આવેલ જીનમાં સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી પ્રતિ મણ રૂ.૧૬૨૨ લેખે શરૂ કરવામાં આવી છે. આ સાથે જ, એપીએમસીમાં રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા ડાંગરની ખરીદી પણ પ્રતિ મણ રૂ.૪૫૦ના ભાવે શરૂ કરવામાં આવી છે. હાલ ખેડૂતો દ્વારા ટૂંક સમયમાં તુવેર ખરીદી કેન્દ્ર પણ ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here