SURENDRANAGAR : વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો

0
19
meetarticle

ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો છે. એસઓજી પોલીસે રાધનપુરના ઝોલાછાપ ડોક્ટર પાસેથી ૧૮ હજારથી વધુની દવાનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોનો રાફડો ફાટયો હોવાની ફરિયાદોને ધ્યાને લઈને સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે વિરેન્દ્રગઢ ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેની પાસે તબીબી સારવા માટે કોઈ પણ જાતની મેડિકલની ડિગ્રી કે સટફિકેટ નહી હોવા છતાં ગામમાં ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ પોતાનું નામ હરેશભાઈ પોપટભાઇ ઠાકોર (રહે.રાધનપુર, પાટણ) હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઝડપાયેલ ડોક્ટરના ક્લિનિકમાંથી રૃ.૧૮૩૮૧ ની કિંમતની એલોપેથી દવાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો. એસઓજી પોલીસે ઝડપાયેલ બોગસ ડોક્ટર વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here