સાયલા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત પેનલની દસ બેઠક માટે ૯૮.૭૫ ટકા મતદાન થયું છે. ભાજપ સામે કોંગ્રેસ-આપ પ્રેરિત દ્વારા પોતાના ઉમેદવારોને વધુ મત મળે તે માટે છેલ્લી ઘડી સુધીના પ્રયાસો કર્યા હતા.

સાયલા એપીએમસીની ચૂંટણીમાં વેપારી પેનલ બીન હરીફ થયા બાદ આજે ભાજપ અને કોંગ્રેસ-આપ પ્રેરિત ખેડૂત પેનલના ઉમેદવારો વચ્ચે આજે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ખેડૂત પેનલની ૧૦ બેઠક માટે જુદા જુદા બે બુથો ઉપર મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. ખેડૂતોના ૪૦૬ મતદાર પૈકી ૪૦૧ મતદારોએ (૩૬૯ પુરૂષ અને ૩૨ સ્ત્રી મતદાન) મતદાન કર્યું હતું. આમ ૯૮.૭૫ ટકા મતદાન નોંધાયું હતું. ૧૮મી ઓક્ટોબર, શનિવાર સવારે મતગણતરી બાદ પરિમામો જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સાયલા એપીએમસીની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે આપ અને કોંગ્રેસે હાથ મિલાવી ચૂંટણી લડી છે. ગઠબંધન કરવા છતાં વેપારી પેનલમાંથી એક પણ ઉમેદવાર નહીં મળતા ભાજપ પ્રેરિત વેપારી પેનલ બીનહરીફ થઇ છે.

