સુરેન્દ્રનગરના દુધરેજ-ખોડુ રોડ પર તબેલાની ઓરડીમાંથી એ-ડિવિઝન પોલીસે જુગારધામ ઝડપી પાડયું હતું અને જુગાર રમતા ૧૦ શખ્સોને રોકડ સહિતના ૪.૩૧ લાખનો મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

શહેરના એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દૂધરેજ ખોડુ રોડ પર આવેલા તબેલાની ઓરડી અને મકાનમાં જુગાર રમતા શખ્સોને પકડી પાડયા હતા. જેમાં શક્તિસિંહ સહદેવસિંહ ઝાલા, (રહે.દુધરેજ), વિજયભાઈ ખોડાભાઈ ડાભી (રહે. ખોડિયારપરા), વિરમભાઈ કાળુભાઈ સારલા (રહે.પોપટપરા),રવિભાઈ રાજુભાઈ ઝીંઝુવાડિયા (રહે. પોપટપરા),ઇમ્તિયાજભાઈ ઉર્ફે અલ્તાફ ગુલામહુસેન મોવર ( રહે.ખાટકીવાડ), દિનેશભાઈ જેસિંગભાઈ કુનતીયા (રહે. મફતિયાપરા), પ્રવિણભાઈ ઉર્ફે જબુદ અજુભાઈ ડેડાણીયા (રહે. કુંભારપરા),રોહિતભાઈ ઉર્ફે ભાણો ચકાભાઈ કોરડીયા (રહે. પોપટપરા), હનીફભાઈ અબ્બાસભાઈ કટીયા (રહે. બસ સ્ટેન્ડ પાછળ) અને હિતેશભાઈ ઉર્ફે ચીની નટુભાઈ પરમાર (રહે. સોનાપુર રોડ)ને જુગાર રમતા ઝડપી પાડયા હતા અને આ સખ્સો પાસેથી રોકડ રૂ.૧.૭૦ લાખ, મોબાઈલ ફોન ૧૦ કિંમત રૂ.૧.૨૧ લાખ, બાઈક ૦૪ કિંમત રૂ.૧.૪૦ લાખ સહિત ફૂલ રૂ.૪.૩૧ લાખ સહિતના મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામ સામે જુગારધારા હેઠળ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

