હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી હળવદ પોલીસે વિદેશી દારૃનો ૨.૫૩ લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડયો હતો. પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં સુરેશ જેસીંગભાઇ સુરેલાની વાડીમાં દારૃ સંતાડયો હોવાનું હળવદ પોલીસના સ્ટાફને બાતમી મળી હતી. જેના આધારે હળવદ પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા વિદેશી દારૃની ૧૯૫ બોટલ (કિ.રૃ ૨,૫૩,૫૦૦) એક બાઇક (કિ.રૃ.૩૦,૦૦૦) સહિત રૃ.૨,૮૩,૫૦૦નો મુદામાલ જપ્ત કરી એક આરોપી તેજશ ઉર્ફે પિન્ટુ નરશીભાઇ લાંઘણોજા (રહે. ખાખરેચી ગામ, તા.હળવદ)ને ઝડપી પાડયો હતો. જ્યારે સુરેશ જેસીંગભાઇ સુરેલા (રહે. ગોલાસણ ગામ,તા.હળવદ) સ્થળ પર હાજર નહીં મમળી આવતા પોલીસે બંને આરોપીઓ વિરૃધ્ધ પ્રોહિબિશન એકટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

