SURENDRANAGAR : અઠવાડિયાથી ખાડો ખોદીને રાખ્યો પણ લાઇન રિપેર કરવા સમય મળતો જ નથી

0
15
meetarticle

લીંબડી રેલ્વે સ્ટેશન રોડ પર વિપુલ સોસાયટી પાસે રોડ પર અઠવાડિયા પહેલાં પાણી ની મેઈન લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી નો વેડફાટ જોવા મળ્યો હતો. અને ઢીચણ સમાના પાણી આસપાસ સોસાયટીમાં ફળી વળતાં રાહદારીઓ ને ભારે હાલાકી ભોગવવી પડી હતી. 

હાલ છેલ્લાં કેટલાક સમયથી લીબડી શહેરમાં પાણીની લાઈનોમાં ભંગાણ થવાની ફરીયાદો ઉઠવા પામી છે. જ્યારે રેલ્વે સ્ટેશન રોડ પર અઠવાડિયા થી પાણી ની લાઈનમાં ભંગાણ થયું છે. તે લાઈન રીપેરીંગ કરવા માટે પાલીકા તંત્ર દ્વારા જાહેર રોડ પર ખાડો ખોદીને રાખી દેવામાં આવ્યો છે. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી પાણીની લાઈન રીપેરીંગ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જાહેર રોડ ખાડો હોવાથી ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો ને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે. તો બીજી તરફ પાલીકા તંત્રના પેટ મા પાણી પણ હલતું નથી અને જાણે પાલીકા કોઈ દુર્ઘટના સર્જાઈ તેની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તેમજ હાલ શિયાળામાં પણ તંત્ર દ્વારા દસ દિવસે પાણી વિતરણ કરવામાં આવતાં શહેરીજનો મા ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ માંગ ઉઠી છે કે તંત્ર દ્વારા વહેલી તકે લાઈન રીપેરીંગ કરીને રોડ પર નો ખાડો બુરવામા આવે તેવી માંગ ઉઠી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here