લીંબડીના જાખણ ગામ નજીક પુરપાટ ઝડપે દોડતા ટ્રકના ચાલકે ઓવરટેક કરવા જતાં ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેક્ટરના ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બુધવારે સવારે પૂરપાટ ઝડપે દોડતા ટ્રકના ચાલકે લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે ઓવરટેક કરવા જતાં ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને વાહન ચાલકે વાહન પર કાબુ ગુમાવી દેતા બંનેે વાહન રોડની સાઈડમાં ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ટ્રેક્ટરના ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવી તપાસ હાથ ધરી છે.

