માંડલના કરશનપુરા ગામે કંપનીના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૃની ૧૬૮૦ બોટલ પકડાઇ છે. પોલીસે ૨.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકાના કરશનપુરા પાસે આવેલી અવિનાશ કાર્ગો.પ્રા.લિમીટેડ (એ.સી.પી.એસ) ટ્રાન્સપોર્ટના બ્રાંચ મેનેજર અમોદકુરસિંહ કિષ્ણાભગવાનસિંહ રાજપુત (રહે વિઠલાપુર ગોલ્ડન રેસીડેન્સી, તા.માંડલ, જિ.અમદાવાદ) માંડલ પોલીસ સ્ટેશન ખાતે આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ૧૫ બોક્સ પાર્સલ આવ્યા હતા અને પોલીસે તપાસ કરતા દારૃની દુર્ગધ આવતી હતી. પોલીસે પાર્સલ તપાસતા વિદેશી દારૃ મળી આવ્યો હતો. આ બોક્સ પર ફ્રોમ જયપુર ટુ વિઠ્લાપુરા દર્શાવેલું હતું. તમામ બોક્સમાં તપાસતા દારૃની ૧૬૮૦ હોટલ મળી આવી હતી અને ૨.૯૪ લાખનો દારૃ કબજે કર્યો હતો. આ મામલે દારૃ મંગાવનાર, મોકલનાર સામે ફરિયાદ નોંધીને પકડી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

