બગોદરા – સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવાઇ સામે જુતુ ફેંકવાના પ્રયાસ અને હરિયાણાના એડીજીપી પુરન કુમારને આત્મહત્યા માટે મજબૂર કરવાના કથિત કૃત્યોના વિરોધમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ધોળકામાં કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે હાજર લોકોએ ધોળકા પ્રાંતને રૃબરૃ મળીને આવેદનપત્ર આપ્યું હતું.

