ચોટીલાના મોટા કાંધાસર ગામની સરકારી અને ખાનગી જમીનમાંથી ગેરકાયદે મોરમ ( કોરવેશ)નુું ખનન પકડાયું હતું. વાહનો સહિત ૧.૪૧ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મહિલા ભૂમાફિયા અને વાહન માલિકો સામે લેન્ડ ગ્રેબિગ અને તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે.

ચોટીલા ડેપ્યુટી કલેકટર અને ટીમે બાતમીના આધારે ચોટીલાના મોટા કાંધાસર ગામની સીમમાં આવેલી ખાનગી તેમજ સરકારી જમીનમાં સરપ્રાઈઝ રેઇડ કરી મોટા કાંધાસર ગામના ખાનગી માલિકીના સર્વે નંબર ૧૫૮ તથા સરકારી સર્વે નંબર ૩૦૦ વાળી જમીનમાંથી ગેરકાયદેસર મોરમનું ખનન ઝડપી પાડયું હતું. ઘટના સ્થળ પરથી ૧ હિટાચી મશીન, ૨ ડમ્પર સહિત ફૂલ રૃ.૧.૪૧ કરોડનો મુદામાલ કબજે કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ ગેરકાયદેસર ખનન કરનાર મહિલા ભૂમાફિયા આઈબાબેન મોકાભાઈ અને વાહન માલિકો સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપારની અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

