SURENDRANAGAR : ચોટીલા નજીક થાન જતી ચાલુ કારમાં આગ લાગી

0
32
meetarticle

ચોટીલા-અમદાવાદ હાઈવે પર રાજમહેલ હોટલ નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

બોટાદથી એક ફોરવ્હિલ થાન જઇ રહી હતી. દરમિયાન ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કાર ચાલકને આગની જાણ થતાં જ તેણે સમયસૂચકતા વાપરી હતી કાર રોકીને તમામ પાંચેય મુસાફરોને સુરક્ષિત બહાર કાઢયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

આગે જોતજોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ ચોટીલા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર ટીમે પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. જોકે, આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here