SURENDRANAGAR : ચોટીલા વિશ્વાસઘાત કેસમાં 2 આરોપીઓની ધરપકડ

0
45
meetarticle

સુરેન્દ્રનગર – છેલ્લા ચાર માસથી ચોટીલા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડે કાર્યવાહી હાથધરી છે.

જેમાં તા. ૦૪ નવેમ્બરના રોજ, પો.હેડ.કોન્સ. દેવરાજભાઈ મગનભાઈએ હ્યુમન અને ટેકનિકલ સોર્સીસનો ઉપયોગ કરીને સચોટ બાતમી મેળવી હતી. આથી બાતમીના આધારે વસીમભાઈ દાદાભાઈ લાખા, રહે.ગડુ, તા.માળીયા(હાટીના), જી. જુનાગઢ અને રીયાઝ સલીમભાઈ રાઠોડ (ગામીતી),રહે,ગડુ, તા.માળીયા(હાટીના), જી. જુનાગઢ બંને આરોપીઓને ગડુ, તા.માળીયા ખાતેથી ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. શખ્સો પાસેથી એક કાર પણ કબજે કરવામાં આવી છે. હાલ બંને શખ્સોને  ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપી દેતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here