SURENDRANAGAR : ઝાલાવાડમાં પેટ્રોલ પંપ ઉપર વાહનોની ટાંકીઓ ફૂલ કરવા માટે ભારે ધસારો

0
15
meetarticle

 મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે ગુજરાતમાં અનુભવાઈ રહ્યા છે. અમદાવાદમાં પેટ્રોલ પંપ ઉપર ઈંધણની લીમીટેડ કોટાની ચર્ચા બહાર આવ્યા પછી બપોર બાદ સુરેન્દ્રનગર શહેર તેમજ તમામ તાલુકાઓમાં પેટ્રોલ પુરાવવા માટે વાહન ચાલકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લગાવી છે. પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારોને પગલે માર્ગો પર ટ્રાફિકજામ સર્જાયો છે.

ગત ૨૮મી ફેબુ્રઆરીના રોજ ઇઝરાયેલ અને અમેરિકાએ ઇરાન પર હવાઇ હુમલો કર્યો હતો. ઇરાને પણ તેના પાડોશી દેશ સાઉદી અરેબિયા, કતાર, યુએઇ, ઓમાન સહિતના પાડોશી દેશમાં અમેરિકાના સૈન્ય ઠેકાણા અને ઓઇલ સંયત્ર પર હુમલો કરતા ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. દરમિયાન ઇરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ખાડી બંધ ખરવાની ધમકી આપતા ક્રૂડ ઓઇલની ચેઇન વૈશ્વિક સ્તરે ખોરવાઇ છે.યુદ્ધને પગલે થોડા દિવસો પહેલા રાંધણ ગેસ અને કોમશયલ ગેસને લઈને લોકો સહિત હોટલ માલિકો અને ધંધાર્થીઓમાં ગેસ સિલિન્ડર લેવા લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે આજે સોમવારે અમદાવદ શહેરમાં બપોર બાદ લીમીટેડ સ્ટોકની અફવા ઉડયા બાદ પેટ્રોલ પંપ પર વાહનોની ટાંકી ફૂલ કરાવવા લાંબી કતારો લાગી હતી. અમદાવાદમાં ફેલાયેલી અછતની અફવા જોતજોતામાં સમગ્ર રાજ્યમાં ફેલાઇ હતી.

પેટ્રોલ, ડીઝલ અને વાહનોમાં વપરાતા સીએનજી ગેસની અછતની અફવાને લઈને સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં તેમજ લીંબડી, લખતર, ધ્રાંગધ્રા, થાન, ચોટીલા, પાટડી સહિતના તમામ તાલુકાઓમાં બપોર બાદ અંદાજે એક કિલોમીટર થી વધુ ટુ-વ્હીલર તેમજ કાર ચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

જ્યારે અમુક કંપનીના પેટ્રોલપંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મોડી સાંજે ખૂટી પણ ગયો હતો. પેટ્રોલ સંચાલકોએ જણાવ્યું કે હાલ ડીઝલના ટેન્કર આવે તેવું તરત જ ખાલી થઈ જાય છે. પેટ્રોલમાં કોઈ સમસ્યા નથી.લીમીટેડ કોટાની સ્થાનિક સ્તરે હજી સુધી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ અમદાવાદના અહેવાલો સોશ્યલ મિડીયામાં વાયરલ થયા પછી વાહન ચાલકો ચિંતિત બન્યા છે. જ્યારે આ અંગે સ્થાનિક તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા પેટ્રોલ, ડીઝલ તેમજ સીએનજી ગેસનો જથ્થો પૂરતો હોવાનું અને લોકોને અફવાઓથી દૂર રહી ખોટી ભીડ નહી કરવા અનુરોધ કર્યો છે.

પેટ્રોલ-ડીઝનો ગેરકાયદે સંગ્રહ કરનાર સામે પગલાં ભરાશેઃ કલેક્ટર

પેટ્રોલ પંપ પર વાહનોની કતાર લાગતા જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિાકે જણાવ્યું કે જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ તેમજ સીએનજી ગેસનો પૂરતો જથ્થો છે. વાહન ચાલકો અફવાઓથી દૂર રહી પેટ્રોલ પંપ પર ભીડ ન કરે. અફવાનોને પગલે લોકો બીન જરૃરી પેટ્રોલનો સંગ્રહ ન કરે. જોઇ કોઇ ગેરકાયદે પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here