થાનના ખાખરાળી ગામે ગેરકાયદે કોલસાની ખાણ પર રેડ કરવામાં આવી હતી. ઘટના સ્થળેથી ૫૦ ટન કોલસો સહિતનો રૂ. ૧.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ચોટીલા ડેપ્યુટી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ થાન મામલતદાર અને ટીમે ખાખરાળી ગામે ગેરકાયદે ધમધમતી કોલસાની ખાણો પર રેડ કરી હતી. રેડ દરમિયાન ખાણ પરથી અંદાજે ૫૦ ટન કોલસો કબજે કર્યો હતો. આ કાર્યવાહીના પગે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

