SURENDRANAGAR : થાનમાં ખાખરાળી ચોકડી પાસેથી રૂ. 2.56 લાખનો દારૂ ઝડપાયો

0
53
meetarticle

સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૧ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈ બૂટલેગરો સક્રિય થયા છે ત્યારે થાન પોલીસે શહેરી વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ૭.૫૬ લાખના દારૂના જથ્થા ઝડપી પાડી એક શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે.

થાન પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન થાન ખાખરાળી ચોકડી પાસે આવેલ પાર્શ્વનાથ રેસીડેન્સી ફ્લેટના બ્લોક નંબર-સી નીચે આવેલ પાકગમાં રાખેલ કાર શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેની તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૬૪૨ તથા અલગ અલગ બ્રાન્ડની બિયરની ૬૪ બોટલ (બંને મળી રૂ.૨.૫૬ લાખ) તથા કાર (રૂ.૦૫ લાખ) મળી કુલ રૂ.૭.૫૬ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે ઈંગ્લીશ દારૂના જથ્થાનો સંગ્રહ કરનાર શખ્સ ઈરફાનભાઈ ગફુરભાઈ ભટ્ટી (રહે.થાન) હાજર મળી નહીં આવતા થાન પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરીમાં થાન પી.આઈ., પીએસઆઈ સહિતના પોલીસે સ્ટાફે સફળ કામગીરી હાથ ધરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here