ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે ગટરના દૂષિત પાણી પાણીથી રસ્તા ઉપર ફરી વળતા નર્કાગાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રામ પંચાયતને અનેક રજૂઆતો છતાં સમસ્યાનો નિવેડો નહીં આવતા ગ્રામજનોમાં રોષ છે

ધ્રાંગધ્રા તાલુકાના ધુ્રમઠ ગામમાં ઉભરાતી ગટરના કારણે રોડ પર ગંદુ પાણી ફરી વળ્યું છે. ગટરના દુર્ગંધયુક્ત પાણીથી સ્થાનિક રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, જેનાથી નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગંદા પાણીને લીધે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેના કારણે બાળકો અને વૃદ્ધો બીમારીનો ભોગ બની રહ્યા છે.
સ્થાનિક ગ્રામજનો દ્વારા ધુ્રમઠ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. ગ્રામ પંચાયતની આ બેદરકારી સામે રોષ વ્યક્ત કરીને લોકોએ તાત્કાલિક ધોરણે ગટરની સફાઈ કરવામાં આવે તેવી સખત માંગણી કરી છે.

