SURENDRANAGAR : ધ્રાંગધ્રાના મુખ્ય પ્રવેશ દ્વાર પર મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન

0
23
meetarticle

ધ્રાંગધ્રા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર મસમોટા ખાડાઓએ વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી કરી દીધી છે. કચ્છ, મોરબી અને હળવદ જેવા મહત્વના શહેરોને જોડતા આ મુખ્ય માર્ગ પર પ્રવેશતા જ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રોડનું નિર્માણ હજુ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું, છતાં ટૂંકા ગાળામાં રોડની હાલત દયનીય બની ગઈ છે.ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે, જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. આ ગંભીર મુદ્દે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં, જવાબદાર વિભાગો એકબીજા પર દોષારોપણ કરીને કામગીરી ટાળી રહ્યા છે. શહેરની છબી ખરડતા આ પ્રવેશ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જો વહેલી તકે ખાડા પૂરવામાં નહીં આવે તો મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here