ધ્રાંગધ્રા શહેરમાં આવેલ ફલકુ નદીમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા અન્ય સ્થળેથી મૃત માછલીઓને લાવી નદીમાં નાખવામાં આવી હોવાની હાલ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનાના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગેની સ્થાનિકોને જાણ થતા તાત્કાલિક તંત્રને માહિતગાર કરવામાં આવ્યું હતું. આથી નગરપાલિકા તથા સંબંધિત વિભાગ દ્વારા નદીમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહીશોએ આ ઘટનાની ગંભીર તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ ફલકુ નદીના પ્રદૂષણને રોકવા માટે તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

