SURENDRANAGAR : ધ્રાંગધ્રામાં મિત્રએ જ છરીથી હુમલો કરીને યુવાનની હત્યા કરી

0
50
meetarticle

ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં દિવાળીના તહેવાર પહેલા જ એક મિત્ર દ્વારા મિત્રની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતા યુવક શાહરુખ સલીમભાઈ મોવર (ઉં.વ.૨૭)ને ધોળીધાર વિસ્તારમાં કોઈ કારણોસર પોતાના જ મિત્ર આરીફ રસુલભાઈ સાથે બોલાચાલી થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા આરીફે છરીના ઘા ઝીંકી શાહરૃખને ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા સમગ્ર બનાવ હત્યામાં પરીણામયો હતો અને ભોગ બનનાર યુવકને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યારે આ બનાવની જાણ થતા ધ્રાંગધ્રા ડી.વાય.એસપી જે.ડી. પુરોહિત, પી.આઈ., સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ભોગ બનનાર યુવકના પરિવારજનોના નિવેદને આધારે ફરિયાદની તેમજ હત્યા પાછળનું સાચું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here