ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતા એક વિધવા માતા મજૂરી કામ કરી પોતાનું અને સંતાનોનું ગુજરાન ચલાવતા હતા જેમાં પોતાની ૧૭ વર્ષની સગીર દીકરીની હાલમાં જ સગાઈ કરવામાં આવી હતી.

દરમિયાન સગીરાની માતા ઘરેથી બહાર ગયા હોય અને સગીરા એકલી પોતાના ઘરે કપડાં ધોવા માટે હાજર હોય તેવા સમયે મોહસીન અબ્દુલભાઈ કાજેડીયા નામના શખ્સે સગીરાની સગાઈ તોડાવી નાખવાની ધમકી આપી હતી અને સગીરાની એકલતાનો લાભ લઈ બાવડું પકડી જબરદસ્તી સગીરાને ઘરમાં લઈ જઈ હાથ અને પગ બાંધી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ સગીરાની માતા પોતાના ઘરે જતા ડરી ગયેલી સગીરાએ તમામ હકીકત પોતાની માતાને જણાવી હતી અને અગાઉ પણ મોહસીન કાજેડીયા દ્વારા સગીરાની પાછળ પડી તાબે થવા માટે ધમકીઓ આપી હોવાનું જણાવતા માતાએ દુષ્કર્મ આચરનાર મોહસીન અબ્દુલભાઈ કાજેડીયા વિરુધ સિટી પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

