ધ્રાંગધ્રા તાલુકામાં નર્મદા કેનાલ હોવા છતાં અનેક ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. નર્મદા વિભાગ દ્વારા નિર્માણ કરાયેલી માયનોર કેનાલો અધૂરી હોવા અને સફાઈના અભાવે ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો નથી.

નર્મદા વિભાગ દ્વારા મુખ્ય કેનાલ સાથે પેટા માયનોર કેનાલોનું પણ નિર્માણ કરાયું હતું. જોકે, દર વર્ષે માયનોર કેનાલોની સફાઈ માટે દોઢ મહિના સુધી પાણી બંધ રાખી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં પણ માયનોર કેનાલોમાં ઝાડી-ઝાંખરા યથાવત રહે છે.
આ ઝાડી-ઝાંખરા પાણીના પ્રવાહમાં અવરોધ ઊભા કરે છે, જેના કારણે ખેડૂતોને માયનોર કેનાલનો યોગ્ય લાભ મળતો નથી. પરિણામે, લાખો રૂપિયાના ખર્ચ છતાં ખેડૂતોને મુખ્ય કેનાલથી નર્મદાનું પાણી મેળવવા માટે આથક બોજ સહન કરવો પડે છે. હાલ તાલુકાના ખેડૂતોએ રવી પાકનું વાવેતર કર્યું છે અને પાણીની જરુર છે એવા સમયે પાણી નહીં મળતા ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

