SURENDRANAGAR : ધ્રાંગધ્રા યાર્ડના શૌચાલયમાં સ્વચ્છતાના અભાવે ખેડૂતોને હાલાકી

0
13
meetarticle

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ નિર્માણ પહેલા જ ભાજપ પ્રેરિત બોડી શાસન કરી રહી છે અને વર્તમાન સ્થિતિમાં પણ ભાજપ પ્રેરિત પેનલ હોવા છતાં અહીં સ્વછતાનો અભાવ જોવા મળી રહ્યો છે. 

માર્કેટિંગ યાર્ડના શૌચાલયોમાં સમયાંતરે સફાઈ નહીં થતી હોવાથી જણસીના વેચાણ માટે આવતા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જ્યારે આ અંગે અગાઉ પણ ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને વારંવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ સ્વચ્છતાની માત્ર વાતો જ કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આથી સ્વરછતાના અભાવ સાથેના શૌચાલયનો વિડિયો ખેડૂત દ્વારા સોશિયલ મિડિયા પર વાયરલ કરી માર્કેટિંગ યાર્ડમાં સ્વચ્છતાની પોલ ખોલી છે ત્યારે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો ક્યારે જાગે છે તે તો જોવું જ રહ્યું?

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here