SURENDRANAGAR : ધ્રાંગધ્રા હથિયાર પ્રકરણમાં નાસી છૂટેલા બે આરોપીઓને પોલીસે દબોચ્યા

0
59
meetarticle

સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી. અને પેરોલ સ્ક્વોડની સંયુક્ત ટીમે ગત ૨૩ ડિસેમ્બરની રાત્રે ધ્રાંગધ્રાની ગુરુકુળ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન બે શંકાસ્પદ કારમાંથી ૦૪ ગેરકાયદેસર બંદૂક અને ૪૧ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

પોલીસની ટીમે તે સમયે સમશેરભાઈ જાકુબભાઈ જેડા, સિકંદર જાન મહંમદભાઇ જેડા તથા દીનમહમદ તાજમહમદભાઈ ભટ્ટી (ત્રણેય માળિયા)ની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય બે આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

પોલીસની પુછપરછમાં આ શખ્સો પાટડીના ગેડીયા ગામે હથિયારો સાથે ઝઘડો કરવા ગયા હતા અને પરત ફરતી વખતે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે માહિતી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આસિફભાઈ સકુરભાઈ જેડા અને અઝહર અલીમહંમદ જેડા (બંને રહે. માળિયા)ને ઝડપી પાડયા છે. પોલીસ હવે એ દિશામાં પૂછપરછ કરી રહી છે કે આ હથિયારોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શું આ પાછળ કોઈ મોટી ગુનાહિત સાજિશ ઘડવામાં આવી હતી કે કેમ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here