SURENDRANAGAR : ધ્રાંગધ્રા- હળવદ- રાજકોટ રૂટની બસ અનિયમિત દોડતા હાલાકી

0
14
meetarticle

ધ્રાગધ્રા ડેપો દ્વારા ૩૦ વર્ષથી ચાલતી ધ્રાંગધા – હળવદ -રાજકોટ રૂટન બસ અનિયમિત દોડાવવામાં આવતા મુસાફરો પરેશાન થયા છે. આ બસને નિયમિત દોડાવવામાં આવે તેવી માગણી ઉઠી છે. 

ધ્રાંગધ્રાથી હળવદ, કડિયાણા, માથક, ચૂપણી, ખેતરડી, વરડુસર, લુણસર ચોકડી, પાડધ્રા થઇ વાંકાનેર પહોંચે છે અને બાદ રાજકોટ સુધી જાય છે. અગાઉ આ રૂટ સવારે અને બપોરે બે બસો ચાલતી હતી. પરંતુ કોઇ પણ કારણ વગર બસો બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશના થયા છે. 

સવારે રોજકોટથી ઉપડી વાંકાનેર આવતી બસમાં નોકરી કરતા કર્મચારીઓ ઉપરાંત ખેરણા, કણકોટ, સિંધાવદર સહિતના વિસ્તારોના વિદ્યાર્થીઓ નિયમિત અપડાઉન કરે છે. ધ્રાંગધ્રાથી હળવદ તઇ વાંકાનેર જવા માટે એક માટે લોકલ બસ હોવાથી કડિયાણા, માથક, ખેતપરડી જવા ગામોના વિદ્યાર્થીઓ માટે બસ મહત્વની હતી. જેથી તાકીદે બસને નિમમિત દોડવવા માગણી કરવામાં આવી છે. આ મામલે રૂટના ગામોના રહેવાસીઓ દ્વારા રાજકોટ સ્થિત એસ.ટી. ડિવિઝન ઓફિસ તેમજ રાજ્યના સંબંધિત મંત્રી સમક્ષ રજૂઆત કરવાની તૈયારી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here