SURENDRANAGAR : ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર

0
14
meetarticle

ધ્રાંગધ્રા હાઈવે પર સોલડી ટોલ ટેક્સ નજીક થયેલી મહિલાની હત્યાના પ્રકરણમાં પોલીસે હત્યારા શખ્સ મેરુભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાને ઝડપી પાડી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યાં છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પોતે પણ દેહ વ્યાપારના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. રવિવારે રાત્રે ગ્રાહકો બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી દરમિયાન મહિલાએ આરોપીને લાફો મારતા, ઉશ્કેરાયેલા મેરુએ છરીના ઘા ઝીંકી મહિલાની હત્યા કરી નાખી હતી.

આ હત્યાકાંડે હાઈવે પર છેલ્લા ઘણા સમયથી ચાલતા દેહ વ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અવાવરું જગ્યાએ ચાલતી આ અનૈતિક પ્રવૃત્તિઓથી સ્થાનિક પોલીસ અજાણ હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ ધોળીધાર વિસ્તારના શખ્સને દબોચી લીધો હતો. હાલમાં પોલીસ આ પ્રકરણમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ વ્યવસાય પાછળ કોનું પીઠબળ છે તે દિશામાં ઉંડી તપાસ ચલાવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here