SURENDRANAGAR : નવલગઢના સરપંચ વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ

0
38
meetarticle

 ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના સરપંચ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. ફરિયાદીએ ગ્રામ પંચાયતની સભા અંગે પૂછપરછ કરતાં સરપંચે જાતિ અપમાનિત કરતા પોલીસે ફરિયાદ નોંધાઇ છે.

નવલગઢ ગામે રહેતા વિજયભાઈ ચતુરભાઈ સાગઠીયા ગત ૨૪મી ડિસેમ્બરના રોજ નવલગઢ ગ્રામ પંચાયતના સરપંચ જયમલભાઈ ખીમાભાઈ જાદવને ગ્રામ પંચાયતની સભા ક્યારે યોજાવાની છે તે બાબતે પુછપરછ કરતા સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા અને યુવાન સાથે અપમાનજનક ભાષામાં વાતચીત કરી તેમજ જાતિ અંગે અપશબ્દો બોલી જાતિ અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ફરીયાદીએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.ફરીયાદીના નિવેદન આધારે નવલગઢ ગ્રામ પંચાયતના સરપંચ જયમલભાઈ ખીમાભાઈ જાદવ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

ગુરૂવારે સરપંચે દારૂબંધીની માંગ કરી, શુક્રવારે તેમના વિરૂદ્ધ જ ગુનો દાખલ

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૪ ડિસેમ્બર, ૨૦૨૫ ગુરુવારના રોજ નવલગઢ ગામના સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં દારૂબંધી અંગે રજૂઆત કરવા માટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યોે છે કે જ્યારે પણ દારૂના અડ્ડાઓ સામે અવાજ ઉઠાવવામાં આવે છે, ત્યારે બૂટલેગરો ખોટી એટ્રોસિટીની ફરિયાદો કરી નાગરિકોને ડરાવે છે. જોકે ત્યાં હાજર સેકન્ડ પીએસઆઇ ડી.એચ. ચૌહાણે ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશ કરવાની પરવાનગી આપી ન હતી. આ ઘટનાના થોડા સમય બાદ સરપંચ વિરુદ્ધ ગુનો નોંધાતા ચર્ચાનો વિષય બન્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here