સરકારી નોકરીમાં નિમણૂકની સાથે જ નિવૃત્તિ પણ નિશ્ચિત હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા રઘુભાઈ સવાભાઈ ખાંભલા શાસાકીય વ્યવસ્થા પ્રમાણે વય નિવૃત થયા છે.

વિદ્યા ભારતીના પ્રદેશ મંત્રી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત જાગરણ ટોળીના સદસ્ય એવા રઘુભાઈ ખાંભલા સરકારી નોકરી માંથી નિવૃત્ત થઈને અનેક સેવામાં પ્રવૃત્તિ થશે એટલે કે વ્યક્તિગત દાયિત્વમાંથી મુક્તિ અને પરોપકારના દાયિત્વમાં સક્રિયતા બનશે. પોતાની જાતને પડદા પાછળ રાખીને નિષ્કામ કર્મ આચરવાનું નિમિત્ત (સાચો સંતોષ) છે, શ્રેયની પણ અપેક્ષા નહીં, આરોગ્ય સાચવ્યાના આધારે સ્વાવલંબી જીવન જીવી શકાય એ મંત્ર ને ચરિતાર્થ કરવામાટે સર્વશક્તિમાન શ્રી પરમેશ્વર ખુબજ સ્ફૂર્તિ અને શક્તિઅર્પે એવી લોકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આમ તો અનાયાસે સંઘના શતાબ્દી વર્ષ તેમજ તેઓની સેવાનિવૃતી નો શુભગ સમન્વય થયો…! એ નિમિત્તે ‘પંચપ્રણ રૂપી ઈશ્વરીય કાર્યમા” એમનુ શેષ જીવન પ્રદાન કરશે. તેઓની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા પાટડીના ભાવનાફાર્મમા નગરપાલિકા પરિવાર દ્વારા એક વિશાળ સંખ્યા સાથે “સેવાપૂર્તિ કૃતજ્ઞતા”- સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રઘુભાઈ, જીવન સાથી સહિત સમગ્ર પરિવારજનોનુ સન્માન કરવામા આવ્યું હતુ. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાન્ત પ્રચારક મહેશભાઈ જીવાણી, સંતવૃંદો, ભાજપ જુનાગઢના પ્રભારી દિલીપભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય પી.કે.પરમાર, વિભાગ કાર્યવાહ મનસુખભાઈ સભાણી, મહામંત્રી જયેશભાઈ પટેલ, પ્રાન્ત અધિકારી, વિવિધ સમાજ તેમજ સંસ્થાઓના અગ્રણોઓ, ભાઈઓ/ બહેનો સહિત તાલુકા ભરમાંથી મોટી સંખ્યા સાથે ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : વંદના નીલકંઠ વાસુકીયા, વિરમગામ

