પાટડીના બાજપાઈનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા છે. રેડ દરમિયાન ૬ શખ્સ નાસી છૂટયા હતા. પોલીસે ૯ શખ્સ સામે ગુનો નોંધી પોલીસે રોકડ, બાઇક, મોબાઇલ સહિત રૂ.૧.૧૯ લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પાટડી પોલીસે શહેરના બાજપાઈનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા શખ્સો પર રેડ કરી સ્થળ પરથી (૧) કનૈયાલાલ ગોવર્ધનભાઈ મહાલીયા (૨) મહેશભાઈ લઘુભાઈ બાબરીયા અને (૩) સલીમભાઈ દવાલભાઈ સૈયદ તમામ રહે. પાટડીને ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ ૧૪,૧૫૦, એક મોબાઈલ અને ૫ બાઈક સહિત કુલ ૧,૧૯,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છેજોકે, રેડ દરમિયાન (૧) ધર્મેન્દ્રસિંહ પોપટસિંહ ઝાલા (૨) અખ્તરભાઈ મહેબુબભાઇ પઠાણ (૩) સુશીલ ભૈયાજી (૪) કિરણજી જગાજી ઠાકોર (૫) અમિત ઉર્ફે રાજા ઠક્કર (૬) એક બાઈક ચાલક નાસી છૂટયા હતા, પોલીસે ઝડપાયેલા ત્રણ અને ફરાર છ સહિત કુલ ૯ શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

