રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અંતર્ગત તારીખ ૧૯-૦૧-૨૦૨૬ના રોજ કેરાળા જીઆઇડીસી પોલીસ અને અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવાના ભાયલા ટોલનાકા ખાતે ટ્રક ડ્રાઇવરો માટે ખાસ આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન કુલ ૫૨ ડ્રાઇવરોની આંખોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૨૭ ડ્રાઇવરોને ચશ્માના નંબર, ૨ને વેલ અને એક દર્દીને મોતિયાની અસર જણાઈ આવી હતી. જ્યારે ૨૨ ડ્રાઇવરોની આંખો નોર્મલ જોવા મળી હતી.
તબીબી તપાસની સાથે પોલીસ અધિકારીઓએ ડ્રાઇવરોને માર્ગ સલામતીના નિયમો અને ટ્રાફિક શિસ્ત અંગે જરૃરી સેમિનાર પણ આપ્યો હતો. વાહન ચલાવતી વખતે દ્રષ્ટિની ચોકસાઈ કેટલી મહત્વની છે તે સમજાવી ડ્રાઇવરોને નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવવા અપીલ કરવામાં આવી હતી.

