બગોદરા : બગોદરાના ભાયલા ગામેથી ચિયાડા ગામ તરફ જતો મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. માર્ગ પર મસમોટા ખાડા પડયા છે. વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી ઉભી થઇ છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે.

જેના કારણે વાહન ચાલકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. રસ્તા પર ખાડા કારણે અકસ્માતના બનાવો પણ બની રહ્યાં છે. જેથી બિસ્માર રોડ નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માગણી કરી છે.

