બાવળા શહેરમાં બીનવારી કારમાંથી સ્થાનિક પોલીસે ૨.૬૪ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. પાલીસની રેઇડ દરમિયાન આરોપીઓ સ્થળ પર હાજર નહીં મળી આવતા પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બાવળા સુથારવાડમાં ચીંટુ ઉર્ફે પંકજ ઠાકોરના ઘરની બાજુમાં ખુલ્લો પ્લોટમાં પાર્ક કરેલી ગાડીમાં વિદેશી દારૂની બિયરનો જથ્થો છે તેવી બાતમીના આધારે બાવળા પોલીસે રેડ પાડી હતી. દરોડા દરમિયાન દારૂ/બિયરની ૬૨૨ બોટલ-ટીન (કિં.રૂ.૨,૬૪,૩૬૦) અને કાર (કિં.રૂ.૩,૦૦,૦૦૦) મળી કુલ રૂ. ૫,૬૪,૩૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી નહીં ઝડપાતા પોલીસે (૧) સંજયભાઇ ઉર્ફે શની ઉર્ફે કેકડો મહેશભાઇ ઠાકોર (૨) આકાશ કીશનભાઇ ઠાકોર (૩) ચીંટુ ઉર્ફે પંકજ ઠાકોર (ત્રણેય રહે. બાવળા) (૪) ગાડીનો માલીક વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

