ધ્રાંગધઅરાના વસાડવા ગામ પાસે બે પશુઓ ભરેલી બોલેરો પકડાઇ હતી. પોલીસે બોલેરો, પશુઓ સહિત ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તાલુકાના વસાડડવા ગામેથી ગાળા ગામ તરફ જવાના રોડ પર બોલેરોમાં પશુઓ લઇ જવાની બાતમી આધારે જીવદયા પ્રેમીઓએ ઉભી રાખીને તપાસ કરી હતી. જેમાં બે પશુઓ, કાર સહિત ૧.૨૦ લાખનો મુદ્દાાલ કબજે કર્યો હતો. કાર ચાલક મહેશ જીલા દેવાપૂજક ( રહે. સુરેન્દ્રનગર)ને પકડી પાડયો હતો. આ મામલે ધ્રાંગધ્રા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

