વિરમગામ- માંડલ હાઈવે ઉપર ભોજવા ગામ પાસે ૧૫ જુગારીઓને રૃા. ૧.૬૦ લાખની રોકડ સહિત રૃા. ૧.૮૧ લાખના મુદ્દામાલ સાથે વિરમગામ ડિવિઝન ટીમે ઝડપી પાડયા હતા. જુગારીઓ અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા જિલ્લાના ગામોમાંથી જુગાર રમવા આવ્યા હતા. જુગારીઓ પાસેથી માત્ર ૪ મોબાઈલ જપ્ત કરવા સિવાય કોઈ સાધન નહીં પકડાતા કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

વિરમગામ- માંડલ હાઈવે રોડ ઉપર શકુંશ ડિવાઇન સ્કૂલની સામે આવેલી રેવા જમના વાડી ખાતે ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે રમાતા જુગાર પર વિરમગામ ડિવિઝન અમદાવાદ ગ્રામ્યની ટીમે રાત્રિના ૩ કલાકે દરોડો પાડયો હતો. દરોડામાં રમીઝભાઈ રહેમતુલ્લાભાઈ મંડલી રહે?. નુરીસોસાયટી- વિરમગામ, રફિકભાઈ નસરુદ્દીનભાઈ કુરેશી રહે. જૈનાબાદ- તા. દસાડા, ઇનાયતભાઈ મહેબૂબ ભાઈ ચૌહાણ રહે. બજાણા- તા. દસાડા, સોયબભાઈ મહેબૂબભાઈ ચૌહાણ રહે. બગીચાવાસ જૈનાબાદ તા. દસાડા, બુધાભાઈ વજુભાઈ ઠાકોર રહે. જૂની મિલની ચાલી વિરમગામ, અશરફભાઈ ઉસ્માનભાઈ સંધિ, સમીરભાઈ અનવરભાઈ સિપાઈ મોહસીન બાબુભાઈ મંડલી ત્રણે રહે. નુરી સોસાયટી વિરમગામ, મોહસીન જુસબભાઈ ભટ્ટી રહે. સેતવાડ વિરમગામ, સંજય અરજણજી ઠાકોર રહે. ખાટવાસ તા. કલોલ, ઇન્દ્રજીત મંગાજી ઠાકોર રહે. ઠાકોરવાસ નંદાસણ તા. કડી, અબ્દુલભાઈ મુત બીલ નૂર મહંમદ સૈયદ રહે. મોટામાંઢ સમી જિ. પાટણ, કૌશિક મુળજીભાઈ ઠાકોર રહે. હાજર હનુમાન પાસે માંડલ, હિમાંશુ અવીન્દ્રભાઈ પટેલ રહે. કૃષ્ણનગર સોસાયટી વિરમગામ, લત્તાબેન વિષ્ણુભાઈ ઠાકોર રહે. જૂની મિલની ચાલી વિરમગામવાળાઓ જુગાર રમતા ઝડપાયા હતા. જુગારીઓની અંગજડતી રૃા. ૧,૪૯,૧૦૦, દાવ ઉપરથી રૃા. ૧૫,૬૦૦, મોબાઈલ નંગ ચાર રૃપિયા ૧૬૦૦૦ મળી કુલ રૃપિયા ૧,૮૦,૭૦૦ના મુદ્દામાલ સાથે જુગારીઓ જપ્ત કરી તમામ વિરૃદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

