SURENDRANAGAR : મુળીના ભવાનીગઢના ઉપસરપંચને ખનીજ ચોરી બદલ પદભ્રષ્ટ કરાયા

0
20
meetarticle

ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા ગત ઓગસ્ટ ૨૦૨૫માં મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામની સીમમાં સરકારી તેમજ ખાનગી માલિકીની જમીનમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી સ્થળ પરથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું હતું.

દરોડા સમયે સ્થળ પર થી રેઇડ દરમિયાન ૦૧ ટ્રેકટર, ૦૨ કમ્પ્રેસર, ૪૦ મેટ્રીક ટન કાર્બોસેલ (કોલસો) તથા ૦૪ ચરખી મળી કુલ રૃ.૧૧ લાખનો ગેરકાયદેસર મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેમાં વધુ તપાસ દરમિયાન આ ગેરકાયદેસર ખનીજ ચોરી ભવાનીગઢ ગામના ઉ૫સરપંચ રતાભાઇ વિરાભાઇ જોગરાણા દ્રારા કરવામાં આવતી હોવાનુ ઘ્યાને આવતા ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણા દ્વારા ઉ૫સરપંચને હોદા પરથી દૂર કરવાની કાર્યવાહી કરવા જીલ્લા વિકાસ અઘિકારીને દરખાસ્ત કરતા જિલ્લા વિકાસ અઘિકારી કે.એસ. યાજ્ઞિાક દ્વારા ગત તા.૧૮ માર્ચ ૨૦૨૬ ના રોજ ભવાનીગઢ ગામના ઉપસરપંચને હોદા પર થી દૂર કરવાનો હુકમ કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here