મુળી તાલુકાના સરા ગામે રહેતા જયેશભાઈ લાલજીભાઈ મકવાણા વિરૃદ્ધ મુળી પોલીસ મથકમાં મારામારી તેમજ પ્રોહીબીશનના અનેક ગુનાઓ નોંધાયા છે.

આરોપીની ગુનાહિત પ્રવૃત્તિને ધ્યાને લઇ મુળી પોલીસ દ્વારા હદપારીની દરખાસ્ત તૈયાર કરી નાયબ કલેકટર તેમજ મુળી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને મોકલતા આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાની હદમાંથી હદપાર કરવાનો હુકમ કરતા મુળી પોલીસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી હદપાર કરી કાર્યવાહી હાથ ધરી છે.

