SURENDRANAGAR : યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ અને માસ્ક પહેરી વાણીયા બને છે

0
45
meetarticle

 પાટડી પાંચ હાટડી વિસ્તારમાં યોજાતી પરંપરાગત નવરાત્રીમાં ચાર થી પાંચ યુવાનો મોઢે માસ્ક પહેરી ભરવાડી ડ્રેસમાં વાણીયા બને છે અને નવરાત્રી દરમ્યાન નાના બાળકોને ગીફટ તેમજ ચોકલેટ આપી મનોરંજન પુરૃ પાડે છે તેમજ અન્ય લોકોને પણ શીષ્સતાના પાઠ શીખવે અને ગામના પીઢ આગેવાનો દ્વારા જણાવ્યા મુજબ પાટડીમાં આઝાદીના સમયથી આજે પણ આ પરંપરા અકબંધ જળવાઈ રહી છે.

નવરાત્રીમાં પાંચ હાટડી ચોકમાં પરંપરાગત ગરબા યોજાય છે જેમાં બહેનો અને ભાઈઓના ગરબા અલગ-અલગ રમાડવામાં આવે છે જ્યારે નવરાત્રી દરમ્યાન ચાર થી પાંચ યુવાનો સફેદ ભરવાડી ડ્રેસ ધારણ કરી મોઢે માસ્ક પહેરી વાણીયા બને છે અને આ વાણીયા બનેલ યુવકો ભક્તો ગરબે ધુમતા હોય ત્યારે કુંડાળામાં હાથમાં દાંડીયા સાથે જે મહિલાઓ ગરબે ન રમતી હોય અને ગરબામાં અડચણરૃપ હોય તેવા યુવાનોને દાંડીયા વડે ઈસારો કરી ત્યાંથી હટી જવાની સુચનાઓ આપે છે અને શિષ્ટતાના અનોખા પાઠ પણ શીખવે છે. જ્યારે પાંચ હાટડી ચોક નવરાત્રીના આયોજકો અને સેવાભાવી લોકોના જણાવ્યા મુજબ વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા ગરબામાં વાણીયા બનવાની પરંપરા સમગ્ર ગુજરાતમાં માત્ર પાટડીમાં જ જોવા મળે છે તેના કારણે પાટડી સહિત આસપાસના ગ્રામજનો તેને જોવા માટે ઉપટી પડે છે અને સમગ્ર માહોલ ભક્તિમય બની જાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here