SURENDRANAGAR : લીંબડીના રાસકામાં થાંભલા પરથી વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

0
12
meetarticle

લીંબડી તાલુકાના રાસકા ગામે તાજેતરમાં સીમ વિસ્તારમાંથી તસ્કરો અંદાજે ૭૦થી વધુ વીજ પોલ પરથી ૬,૦૦૦ મીટર જેટલા એલ્યુમિનિયમના તારની ચોરી કરી હતી, જેના કારણે ગ્રામજનોનો વીજ પુરવઠો ખોરવાયો હતો. 

આ અંગે પીજીવીસીએલના નાયબ ઈજનેર મહેશકુમાર રાવલે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુરેન્દ્રનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદ લીધી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે લીંબડી-ચોટીલા હાઈવે પર કાંધાસરના પાટિયા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કિશનલાલ મોહનલાલ ગુર્જર (રહે.ડીડવાના, જિ.રાજસ્મંદ, રાજસ્થા)ને ઝડપી પાડયો હતો. તેની પાસેથી ચોરી કરેલ અંદાજે ૪૮૦ કિલો એલ્યુમિનિયમ વાયર (કિં.રૂ.૧,૪૬,૯૮૨) કબજે કરવામાં આવ્યો છે. જોકે, રેડ દરમિયાન અન્ય જ્યારે રેડ દરમ્યાન (૧) કૈલાશ ઉર્ફે જીવરાજસિંહ રહે. ટંકારા રાજસ્થાન (૨) પ્રહલાદ નફુલભાઈ રાઉત રહે.અણંદપર જામનગર (૩) શ્ચનસિંગ (૪) રાજુ, તથાં બે અજાણ્યા શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here