લીંબડી રેલવે સ્ટેશન નજીક ગટર લાઈનના અભાવે રહીશો અને રાહદારીઓને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રહીશોનું ઘરવપરાશનું ગંદુ પાણી રોડ પર ભરાઇ રહેતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે.

લીંબડી રેલવે સ્ટેશન નજીક છેલ્લા કેટલાક વર્ષથી ગટર લાઈનના અભાવે ગંદુ પાણી રોડ પર ભરાયેલું રહે છે. આ ગંદકીના સામ્રાજ્યને કારણે મુસાફરો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આસપાસના સ્થાનિક રહીશોનું ઘરવપરાશનું ગંદુ પાણી રોડ પર ઉભરાઈને ફરી વળતાં મચ્છરજન્ય ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. મુસાફરોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. રેલવે અને નગરપાલિકા તંત્ર દ્વારા ગટર લાઇન નાખવાની સુવિધા ઊભી ન કરાતા લોકોમાં ભારે રોષ છે. સ્થાનિકોએ આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા ઉગ્ર માંગ કરી છે.

