થાનના હીરાણા ગામે મકાનમાંથી દારૃની ૬૪૮ બોટલ સહિતનો ૧૧.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

થાન તાલુકાના હીરાણા ગામે આવેલા મકાનમાં રેડ કરી હતી અને દારૃની ૬૪૮ બોટલ, બિયરના ૧૧૦૪ ટીન સહિત ૧૧.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે ચેતન પ્રેમજી કણોતરા, રોહિત ખોડા પરમાર અને ખીમા ભીખા પરમાર( તમામ રહે. થાન) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.

