વિરમગામ ગોલવાડી દરવાજા બહાર કે.બી.શાહ વિનય મંદિર સ્કૂલમાં ધોરણ ૧થી ૧૨માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્કૂલની બંને બાજુમાંથી ખુલ્લી વરસાદી ગટર પસાર થાય છે.

આ ગટરનું દૂષિત પાણી સ્કૂલમાં ભરાઈ જતા શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે. ગટરના ગંદા પાણીમાંથી ફરજિયાત વિદ્યાર્થીઓ ચાલવા મજબૂર બન્યા છે એટલું જ નહીં વિદ્યાર્થીઓના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. ગટરના દૂષિત પાણીના કારણે કોઇ વિદ્યાર્થી કે રહિશ બિમાર પડે તે પહેલા તાકિદે ગટરના દૂષિત પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓમાં માંગ ઉઠવા પામી છે.

