SURENDRANAGAR : શુરવીરોની ભૂમિ એવા હળવદનો આજે 539 મો સ્થાપના દિવસ

0
11
meetarticle

ઝાલાવાડની ઐતિહાસિક ધરતી પર વસેલું હળવદ શહેર આજે ૫૩૮ વર્ષ પૂર્ણ કરી ૫૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ઇ.સ. ૧૪૮૮ (વિક્રમ સંવત ૧૫૪૪)ના મહાવદ તેરસ, મહાશિવરાત્રીના પવિત્ર સોમવારે રાજા રાજોધરજીએ આ નગરીનો પાયો નાખ્યો હતો. ચાર અક્ષરમાં સમાયેલું ‘હળવદ’ નામ માત્ર એક શહેર નથી એ ઝાલાવાડના ગૌરવ, શૌર્ય અને સંસ્કૃતિનું પ્રતિક છે. હેપી બર્થ ડે હળવદ માત્ર શુભકામના નથી, પરંતુ ઇતિહાસ પ્રત્યેનો આદર અને ભવિષ્ય માટેનો વિશ્વાસ છે.

આશરે ૫૦૦ વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર રહેલા હળવદનો ઇતિહાસ માત્ર વર્ષોની ગણતરીથી માપી શકાય એવો નથી. તે શૌર્ય, ત્યાગ અને આધ્યાત્મિકતાની ગાથાઓથી રચાયેલો છે. હળવદ સ્થાપનાથી ઝાલાવાડના રાજકીય, સાંસ્કૃતિક અને ધામક કેન્દ્ર તરીકે વિકસતું રહ્યું. અનેક યુદ્ધો, રાજકીય પરિવર્તનો અને સામાજિક ઊથલપાથલ વચ્ચે પણ આ નગરીએ પોતાની આગવી ઓળખ જાળવી રાખી. ઝાલાવાડમાં સૌથી વધુ યુદ્ધો હળવદની ધરતી પર થયા હોવાનો અનુમાન ઇતિહાસકારો વ્યક્ત કરે છે.

આજે ૫૩૮ વર્ષ પૂર્ણ થતાં હળવદમાં ઉજવણીનો માહોલ છે, પરંતુ સાથે સાથે આ દિવસ સંકલ્પનો પણ છે. ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ, ગઢ-દરવાજાઓની જાળવણી, પાળીયાઓનું દસ્તાવેજીકરણ અને સામતસર સરોવરની સુંદરતા જાળવી રાખવી એ સમયની માંગ છે.

હળવદના સ્થાપના દિવસની આજે શહેરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ૫૩૮ વર્ષ પુરા થતા રાજવી પરિવાર દ્વારા રાજમહેલમાં જે ‘હળ’થી ‘હળવદ’ ગામનો પાયો નાખવામાં આવ્યો હતો એ હળનું પૂજન કરવામાં આવશે.પાળીયાઓની મૌન ગાથા

હળવદની ઓળખમાં પાળીયાઓ અને સતી-સુરાની ડેરીઓ વિશેષ સ્થાન ધરાવે છે. શહેરના રાજીયેર વિસ્તારમાં તેમજ આસપાસના વિસ્તારોમાં આજે પણ શૂરવીરોની યાદમાં ઉભેલા પાળીયાઓ નજરે પડે છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં થયેલી ગણતરી મુજબ હળવદમાં આશરે ૪૦૦ જેટલા પાળીયાઓનો ઉલ્લેખ મળે છે, જેમાંથી લગભગ ૨૦૦ જેટલા પાળીયા અને ૧૦૦થી વધુ સતી-સુરાની ડેરીઓ માત્ર રાજીયેર વિસ્તારમાં જ આવેલાં હતાં. આ પાળીયાઓ શૂરવીરોની મર્દાનગી અને બલિદાનની ગાથા ગાય છે. 

છોટી કાશીઃ આધ્યાત્મિક પરંપરાનું કેન્દ્ર

હળવદને ‘છોટી કાશીદ અને ‘ભૂદેવોની નગરીદ તરીકે ઓળખવામાં આવે છે. શહેરમાં ચારે તરફ આવેલા શિવાલયો અને દેવી-દેવતાઓના મંદિરો આ ઓળખને સમર્થન આપે છે. બ્રાહ્મણ સમાજની વિદ્વત્તા અને ધામક પરંપરાઓએ હળવદને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે. અહીંના બ્રાહ્મણો સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. હળવદના લાડુઓની મીઠાસ વિશ્વભરમાં જાણીતી છે. આ લાડુ માત્ર મીઠાઈ નથી, પરંતુ શહેરની સાંસ્કૃતિક ઓળખનો ભાગ છે. 

રાજવીઓની વિરાસત

હળવદના ઇતિહાસમાં અનેક પરાક્રમી અને બુદ્ધિશાળી રાજવીઓએ શાસન કર્યું હતું. રાજોધરજી બાદ રાણોજી, માનસિંહજી, ચંદ્રસિંહજી, અમરસિંહજી, મેઘરાજજી, જશવંતસિંહજી, પ્રતાપસિંહજી, રૂપસિંહજી, રણમલસિંહજી અને મયુરધ્વજસિંહજી જેવા રાજાઓએ રાજ્યનું નેતૃત્વ કર્યું હતું. તેમના શાસનકાળમાં હળવદે રાજકીય તેમજ સાંસ્કૃતિક પ્રગતિનો અનુભવ કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here