બગોદરા – અમદાવાદ- ધોેલેરા એક્સપ્રેસ હાઇવે પર સરંડી ગામ પાસે રેલવે બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા. આ મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.

સરંડી ગામ પાસે રેલવે ઓવરબ્રિજ પાસે ઇલ્યાસભાઇ મહંમદભાઇ ખટુબરા( રહે. રૃપગઢ) દ્વારા ફરિયાદ નોંધવવામાં આવી છે. તેમના ભાઇ ઇસ્માઇલ મહમંદ ખટુબરા ( ઉ.વ. ૫૩) અને કટુંબી ભત્રીજા એહમદ ઉમર ખટુબરાનું અકસ્માતમાં મોત થયું હચતું. બંને યુવકો ઇલેક્ટિક અને પ્લમ્બિગનું કામ કરતા હતા અને સરંડી ગામેથી કામ પતાવીને સાંજ બાઇક લઇ પરત રૃપગઢ તરફ આવી રહ્યાં હતા દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે હંકારીને બાઇકને અડફેટે લીધું હતું. જેમાં ઇસ્માઇલ અને એહમદભાઇને મોત થયા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. મૃતકોની લાશને પીએ માટે મોકલવામાં આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

